તમે, તસ્વીરો અને હું... કેફિયત નું આ સ્વરૂપ મેં ક્યારેય કલ્પ્યું નહતું. મારા બ્લોગ પર મારી જીવન યાત્રા જે મેં કેમેરાની ક્લિકથી સ્વશી છે. તેને પેશ કરતા આનંદ થાય છે, વધુ લોકો સુધી પહોંચ્યાનો. અમદાવાદથી શરૂ થયેલી યાત્રા અવિરત ચાલુ છે. અમદાવાદ થી બોમ્બે, બોમ્બે થી મુંબઈ અને પછી મુંબઈ થી અમદાવાદ. યાત્રા અવિરત રહી છે ફક્ત સ્થળ બદલાયા છે. છેલા પાંત્રીસ વર્ષમાં ઘણું જોયું અને પીરસ્યું અખબારના માધ્યમ દ્વારા. પાંત્રીસ વર્ષના આ તસ્વીર જગતના સફરનામાને છબીકારના માધ્યમથી વ્યક્ત કરવા જઈ રહ્યો છું. આમ તો હું માનું છું કે તસ્વીરો જ એક અભિવ્યક્તિ છે એને શબ્દોની જરૂર નથી. પણ અત્યારે સેંકડો તસ્વીરો "અમારા વિષે કૈક લખો, ભાષાથી આભૂષિત કરો..." એવું કહી રહી છે. શબ્દોના ઝાબકરાથી શ્રુન્ગરિત થવા થનગની રહી છે. તમે, તસ્વીરો અને હું, વીતેલી ક્ષણો ફરીથી જોયીશું અને માણીશું... બ્લોગની અગાશીએથી. આમતો એ બધી ક્ષણો દંતકથા જેવી લાગે છે હવે. પણ હજી પણ માનવતાની ઉત્કૃષ્ઠ પળો છે. આ દાંતાકથાઓ સંભળાવી છે મારે અને મારી તસ્વીરોએ. "તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે."